Tuesday, September 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની પી.જી.પટેલ કોલેજમાં ગણેશ મહોત્સવનું ભવ્યાતિભવ્ય સમાપન

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ગણેશ મહોત્સવનું ભવ્યાતિભવ્ય સમાપન

108 વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોએ ધોતી-કુર્તામાં મહાઆરતી કરી; ગણપતિ મહારાજને 56 ભોગનો અન્નકૂટ ધરાવાયો: 5માં દિવસે ઢોલ-નગારા અને નાચગાન સાથે ગજાનનને ભાવભીની વિદાય અપાઈ

મોરબી ડેઈલી: મોરબીની પી.જી. પટેલ કોલેજમાં ગત તા. 15/09/2026 ના રોજ ગણપતિ મહારાજના દિવ્ય આગમન સાથે ગણેશ મહોત્સવની રંગેચંગે શરૂઆત થઈ હતી. આ ગણેશ મહોત્સવ અંતર્ગત કોલેજ કેમ્પસમાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તિમય વાતાવરણ વચ્ચે ભગવાન ગણપતિ મહારાજને કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો દ્વારા 56 ભોગ અંતર્ગત વિવિધ વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

મહોત્સવના અંતિમ દિવસે વિશેષ અને આકર્ષક આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના 108 જેટલા વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોએ પરંપરાગત પોશાક ધોતી-કુર્તામાં સજ્જ થઈને ગણપતિ મહારાજની ભવ્ય મહાઆરતી ઉતારી હતી. આ ભક્તિમય પ્રસંગે કોલેજના આમંત્રિત મહેમાનો, પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગણેશ મહોત્સવના 5માં દિવસે સાંજે આરતી પૂર્ણ થયા બાદ કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો દ્વારા ઢોલ-નગારાના તાલે અને નાચગાન સાથે ગણપતિ બાપ્પાનું વિસર્જન કરી ભાવભીની વિદાય આપવામાં આવી હતી.

કોલેજના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા, મેનેજીંગ ટ્રસ્ટી જતીનભાઈ આદ્રોજાના માર્ગદર્શન તથા આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટ તેમજ કોલેજના પ્રાધ્યાપકો દ્વારા વિદ્યાર્થીઓના સહયોગથી આ સંપૂર્ણ કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે આયોજિત થયો હતો. આ ધાર્મિક ઉત્સવ કોલેજના વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત સૌ કોઈ માટે અવિસ્મરણીય બની રહ્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments