Tuesday, September 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લા બ્રહ્મસમાજ દ્વારા 'વડીલ વંદના' કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લા બ્રહ્મસમાજ દ્વારા ‘વડીલ વંદના’ કાર્યક્રમ યોજાયો

મોરબી ડેઈલી: સમસ્ત બ્રહ્મસમાજ મોરબી જિલ્લા દ્વારા વડીલોના સન્માન અર્થે એક ભવ્ય ‘વડીલ વંદના’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જીવનના 75 વર્ષથી વધુ વય ધરાવતા વડીલોની પ્લેટિનમ જ્યુબિલી તથા લગ્નજીવનના 50 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરનારા વડીલ દંપતીઓનો સન્માન સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે સમાજના કુલ 141 જેટલા વડીલોને મોમેન્ટો, શાલ અને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ દિવસે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે કેક કટિંગ કરી ઉજવણી કરવામાં આવી હતી. આ તકે પરશુરામધામ મોરબીના પ્રમુખ હસુભાઈ પંડ્યાએ વડાપ્રધાનના જીવનના ગુજરાત અને મોરબી વિશેના સંસ્મરણોને વ્યાખ્યાન સ્વરૂપે રજૂ કર્યા હતા.

આ અવસરે રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા, અશ્વિનભાઈ રાવલ, ડો. અનિલભાઈ મહેતા, ભૂપતભાઈ પંડ્યા, ડો. ચિન્મયભાઈ ત્રિવેદી, ડો. આ. ત્રિવેદી, એડવોકેટ જગદીશભાઈ ઓઝા, ડો. વિરલભાઈ લહેરુ, શાસ્ત્રી નિખિલભાઈ જોશી, ગીરીશભાઈ જોશી, જયશ્રીબેન જોષી, ચેતનાબેન જોષી અને કિરણબેન ઠાકર સહિતના અનેક બ્રહ્મ અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત સિનિયર સિટીઝન કાઉન્સિલના ડો. ભાવેશ જેતપરીયા, પ્રભુભાઈ પટેલ, ચુનિભાઈ રાજપરા અને શિક્ષણવિદ રાંકજા સહિતના આગેવાનોએ પણ ખાસ હાજરી આપી હતી.

આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રવીન્દ્રભાઈ ત્રિવેદીએ કર્યું હતું. જ્યારે આ ‘વડીલ વંદના’ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ ડો. બી. કે. લહેરુ, નરેન્દ્રભાઈ મહેતા, પ્રફુલભાઈ લહેરુ, ભાવેશભાઈ ત્રિવેદી, નિશિત લહેરુ, હસમુખભાઇ ત્રિવેદી અને કેતનભાઈ જોશી સહિતની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments