Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી ABVPના ત્રણ કાર્યકર્તાઓને મળી પ્રદેશ કક્ષાએ મહત્વની જવાબદારી

મોરબી ABVPના ત્રણ કાર્યકર્તાઓને મળી પ્રદેશ કક્ષાએ મહત્વની જવાબદારી

મોરબી : અખિલ ભારતીય વિદ્યાર્થીનું પ૬મું પ્રદેશ અધિવેશન તા. ૭-૮-૯ જાન્યુઆરીએ કર્ણાવતી ખાતે યોજાયું હતું. આ વેળાએ ગુજરાત પ્રદેશ કારોબારી 2025 – 26 ની ઘોષણા કરવામાં આવી હતી. જેમાં ABVP મોરબી શાખાના કાર્યકર્તા એવાં રાજદીપસિંહ જાડેજાને ગુજરાત પ્રદેશ વિશ્વવિદ્યાલય સહ સંયોજક, પૂર્વજીતસિંહ જાડેજાને ગુજરાત પ્રદેશ કારોબારી સદસ્ય, ઊર્મિબેન જોષીને ગુજરાત પ્રદેશ કારોબારી સદસ્ય તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. સમગ્ર ગુજરાતની છાત્ર શક્તિ દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યાં છે. તેમ યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments