Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના નાની વાવડી ગામ નજીક ફરી દિપડાએ દેખા દીધી

મોરબીના નાની વાવડી ગામ નજીક ફરી દિપડાએ દેખા દીધી

મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં દિપડો ચડી આવ્યો છે. અને સૌથી પહેલા મોરબીના રાજપર ગામે આ દિપડાએ દેખા દીધી હતી. ત્યારે ફરી એકવાર મોરબીના નાની વાવડી ગામે દિપડા જોવા મળ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના નાની વાવડી ગામે ખેત મંજૂરે દિપડો જોયો હતો. આ દિપડાએ નાની વાવડી ગામની સીમમાં રોજડાનું મારણ પણ કર્યું હોવાની વિગતો સ્થાનિકો પાસેથી જાણવા મળી હતી. અને દિપડાના પગના નિશાનો પણ દેખાઈ આવતા હાલ લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. દિપડાએ દેખા દેતા પહેલા તો ખેડૂતો ડરીને ભાગી ગયા હતા અને બાદમાં ગ્રામજનો અને વન વિભાગને જાણ કરી હતી.સ્થાનિકના જણાવ્યા પ્રમાણે વન વિભાગના કર્મચારીએ જણાવ્યું હતુ કે, હવે ફરી વાર દિપડો જોવા મળે તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવી જેથી વન વિભાગ આ દિપડાને પકડવા માટે પ્રયત્નો હાથ ધરશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments