મોરબીમાં SITની કામગીરી હવે ઝડપી થશે, વધુ ત્રણ PSI ની નિમણુંક
મોરબી : મોરબીના ઉદ્યોગકારોના ફસાયેલા નાણા પરત અપાવવા માટે બનેલી SITની કામગીરી હવે વધુ ઝડપી બનશે કારણકે આ ટીમને વધુ ત્રણ પીએસઆઈ ફાળવવામાં આવ્યા છે.
તાજેતરમાં રેન્જ આઈજી અને ગૃહમંત્રી સહિતનાએ મોરબી જિલ્લા SIT ટિમ દ્વારા ઉદ્યોગકારોના ફસાયેલા નાણાં પરત અપાવવા માટે જે કામગીરી કરવામાં આવી છે તેની સરાહના કરી હતી. ઉપરાંત આ કામગીરી વધુ ઝડપી બને તે માટે પગલાં લેવાનું કહ્યું હતું. જેને પગલે જિલ્લા પોલીસ વડા દ્વારા આજે SIT ટીમમાં વધુ ત્રણ પીએસઆઈને ઉમેરવામાં આવ્યા છે. એલસીબી પીએસઆઈ બી.ડી.ભટ્ટ, એસઓજી પીએસઆઈ એમ.એસ.અંસારી અને એ ડિવિઝન પીએસઆઈ જે.સી.ગોહિલ આ ત્રણ પીએસઆઈને SITની વધારાની કામગીરી સોંપવામાં આવી છે.










