Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiબેગલેસ ડે અંતર્ગત પોલીસ લાઈન પ્રીમિયર ક્રિકેટ લીગનું આયોજન કરાયું

બેગલેસ ડે અંતર્ગત પોલીસ લાઈન પ્રીમિયર ક્રિકેટ લીગનું આયોજન કરાયું

મોરબી: શ્રી પોલીસ લાઈન કુમાર તાલુકા શાળા, મોરબી  દ્વારા બેગલેસ ડે અંતર્ગત પોલીસ લાઈન પ્રીમિયર ક્રિકેટ લીગનું આયોજન તારીખ 21 જાન્યુઆરીના રોજ પાટીદાર બોક્સ ક્રિકેટ વાવડી ખાતે કરેલ હતું. જેમાં ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓની કુલ ચાર ટીમે ભાગ લીધો હતો.

આ ચાર ટીમમાં ટાઈગર ઇલેવન જેમના કોચ દેવાયતભાઈ, લાયન ઇલેવન જેમના કોચ રાકેશભાઈ, પેન્થર ઇલેવન જેમના કોચ વિરેનભાઈ અને ડોલ્ફિન ઇલેવન જેમના કોચ પ્રજ્ઞેશભાઈ હતા. પાટીદાર બોક્સ ક્રિકેટમાં પ્રથમ રાઉન્ડમાં કુલ 6 મેચ રમાડવામાં આવ્યા હતા. જેમાંથી બે ટીમ ટાઈગર ઇલેવન અને લાયન ઇલેવન ફાઈનલમાં પહોંચી હતી.ફાઇનલ મેચ ટાઈગર ઇલેવન 10 રનથી જીતી હતી. ત્યારબાદ મેન ઓફ ધ મેચ અરમાનને વિરેનભાઈ દ્વારા, મેન ઓફ ધ સિરીઝ રેહાનને દેવાયતભાઈ દ્વારા, રનર્સ અપ ટીમને પ્રજ્ઞેશભાઈ દ્વારા અને વિજેતા ટીમને પોલીસ લાઈન કુમાર શાળાના આચાર્ય રાકેશભાઈ દ્વારા ટ્રોફી આપી રમતવીરોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આમ હર્ષોલ્લાસ સાથે બેગલેસ ડે પૂર્ણ થયો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments