Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેર પંથકમાં વાહનોમાં નાખવાના નકલી યુરિયા ઓઇલ સાથે ત્રિપુટી ઝડપાઇ

વાંકાનેર પંથકમાં વાહનોમાં નાખવાના નકલી યુરિયા ઓઇલ સાથે ત્રિપુટી ઝડપાઇ

વાંકાનેર શહેરની આજુબાજુના વિસ્તારમાં હાઇવે ઉપર આવેલ હોટલના કમ્પાઉન્ડમાં અલગ અલગ સ્થળે ડુપ્લીકેટ ટાટા ડીઇએફ યુરિયાનું વેચાણ થઈ રહ્યું હોવાની બાતમીને આધારે કંપનીના અધિકારીએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ આરોપીઓની 27 હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.

વાંકાનેર શહેરની આજુબાજુમાં હાઇવે ઉપર આવેલ હોટલના કમ્પાઉન્ડમા નકલી ટાટા યુરિયા ઓઈલનું વેચાણ થતું હોવાની બાતમી મળતા ટાટા કંપનીના અધિકારી પરશુરામ સુખદેવ કારંડેએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવતા પોલીસે દરોડો પાડી આરોપી દીપકકુમાર રામબહાદુર કશ્યપ, રહે.બીજલીપુર પોસ્ટ. કટરા શંકર તા.જી.બલરામપુર (યુ.પી) હાલ રહે. રાણેકપર ગામના બસ સ્ટેશનની બાજુમાં આવેલ રામદેવ એન્ટરપ્રાઇઝ યુરીયા નામની આવેલ કેબીનમાં, ફુઆરામ મુલારામ જાટ, રહે.પનાલી ધતરવાલો કી ઢાણી નિમ્બલકોટ આડેલ તા.ગુડામલાણી જી.બાડમેર (રાજસ્થાન) હાલ રહે. રાણેકપર ગામના બસ સ્ટેશનની બાજુમાં આવેલ ગોપાલ હોટલ નામ હોટલમાં તા.વાંકાનેર અને રાજુભાઇ ભીમાભાઇ ઓળકીયા રહે. સમઢીયાળા તા.વાંકાનેર વાળાને ટાટા ડીઇએફના નકલી સ્ટીકરનો ઉપયોગ કરી નકલી યુરિયા ઓઇલનું વેચાણ કરતા ઝડપી લઈ યુરિયાની 14 ડોલ કિંમત રૂપિયા 14 હજાર, પાઇપ સાથેની નોઝલ પાઇપ તેમજ ટાંકીમાં ભરેલ 200 લીટર યુરિયા સહિત 27 હજારનો મુદ્દામાલ કબ્જે કરી ત્રણેય વિરુદ્ધ ટ્રેડમાર્ક અને કોપીરાઈટ એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments