Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી નજીક બોલેરોમાં કતલખાને ધકેલાતા અબોલ જીવને બચાવતા ગૌરક્ષકો

મોરબી નજીક બોલેરોમાં કતલખાને ધકેલાતા અબોલ જીવને બચાવતા ગૌરક્ષકો

મોરબીના શનાળા બાયપાસ વાવડી ચોકડી પાસે બોલેરોમાં કતલખાને લઇ જવાતા બે અબોલ જીવને બચાવી લઈને ગૌરક્ષકોની ટીમે મુદામાલ પોલીસ મથકમાં સોપતા પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે

વહેલી સવારે મોરબી શનાળા બાયપાસ પાસેથી બોલેરો પીકઅપમાં બે અબોલ જીવોને કતલખાને લઇ જવાતા હોવાની બાતમી મળતા ગૌરક્ષકોની ટીમે વોચ ગોઠવી હતી અને વાવડી ચોકડી પાસેથી બોલેરો પીકઅપ ગાડીને રોકાવીને ચેક કરતા બે ભેંસ મળી આવી હતી જેથી બોલેરો અને અબોલ જીવ સહિતનો મુદામાલ એ ડીવીઝન પોલીસ મથકને સોપી દીધો હતો અને પોલીસે ધોરણસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે. આ કામગીરીમાં ગૌરક્ષક ટીમના કમલેશભાઈ બોરીચા, ચેતનભાઈ પાટડીયા, વૈભવભાઈ પટેલ, મનીષભાઈ કણઝારીયા, પાર્થભાઈ નેસડીયા, વિશાલભાઈ ગાંગાણી, મિત ગોહિલ, લાલભાઈ, યસ વાઘેલા, હિતરાજસિંહ, જેકી ભાઈ આહીર, નીલેશભાઈ ડાંગર, સહિતના જોડાયા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments