મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક હેઠળ અગાઉ અવાર નવાર વિદેશી દારૂના ગુન્હામાં પકડાયેલા આરોપી મયુરભાઈ બટુકભાઈ વાઘેલા રહે.વેજીટેબલ રોડ તેમજ અંકિત અરુણભાઈ રાઠોડ રહે.શ્રધ્ધાપાર્ક, વીસીપરા મોરબી વાળાઓ વિરુદ્ધ જિલ્લા મેજીસ્ટ્રેટ સમક્ષ પાસા દરખાસ્ત કરવામાં આવતા પાસા દરખાસ્ત મંજુર થતા પોલીસે બન્ને આરોપીઓને પ્રિવેંશન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટી એકટ અન્વયે ઝડપી લઈ અનુક્રમે અમદાવાદ અને સુરત લાજપોર જેલ ખાતે મોકલી આપ્યા હતા.
