Sunday, October 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabi16 વર્ષથી નિષ્ઠાપૂર્વક પોલીસ ફરજ બજાવતા મોમજીભાઈ ચૌહાણને મળ્યું ASI તરીકે પ્રમોશન

16 વર્ષથી નિષ્ઠાપૂર્વક પોલીસ ફરજ બજાવતા મોમજીભાઈ ચૌહાણને મળ્યું ASI તરીકે પ્રમોશન

મોરબી: પોલીસ વિભાગમાં વર્ષોથી નિષ્ઠા, કર્તવ્યપરાયણતા અને જવાબદારીપૂર્વક ફરજ બજાવતા મોમજીભાઈ રામજીભાઈ ચૌહાણને ASI (આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર) તરીકે બઢતી મળતા મોરબી પોલીસ પરિવારમાં આનંદની લાગણી પ્રસરી છે. સને 2011થી પોલીસ વિભાગમાં સેવા આપી રહેલા મોમજીભાઈ ચૌહાણને પ્રમોશન બાદ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજ સોંપવામાં આવી છે.

મોમજીભાઈ ચૌહાણે સને 2011માં રાજકોટ રૂરલ પોલીસની ભરતીમાં જોડાયા બાદ સુરેન્દ્રનગરના જવાહર ગ્રાઉન્ડ ખાતે પોલીસ તાલીમ પૂર્ણ કરી હતી. તાલીમ બાદ તેમની પ્રથમ નિમણૂક મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે થઈ હતી. ત્યારબાદ જાહેર હિતમાં તેમની બદલી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી હતી. મોરબીમાં ફરજ દરમિયાન તેમણે અનામત આંદોલન સહિત વિવિધ મહત્વપૂર્ણ પરિસ્થિતિઓમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરી કરી હતી. કોરોના મહામારીના કપરા સમયગાળા દરમિયાન પણ તેમણે મોરબી સિવિલ હોસ્પિટલ ચોકી ખાતે ફરજ બજાવી હતી. આ સમયગાળા દરમિયાન એન.કે. વ્યાસ તથા બી.પી. સોનારા જેવા અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તેમણે કામગીરી કરી હતી. મોરબીમાં ભારે વરસાદ દરમિયાન કંડલા બાયપાસ નજીક પચ્ચીસ વારીયા વિસ્તારમાં વરંડાની દીવાલ ધરાશાયી થતાં 11 લોકોના મોતની દુઃખદ ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં જ મોમજીભાઈ ચૌહાણે તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ કામગીરીમાં જોડાઈ પોતાની ફરજ નિભાવી હતી. તેમની કામગીરીની નોંધ લઈ ડૉ. કરણરાજ વાઘેલા દ્વારા તેમને સન્માનપત્ર આપી બિરદાવવામાં આવ્યા હતા.

ત્યારબાદ જાહેર હિતમાં તેમની બદલી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી હતી. વાંકાનેરમાં ફરજ બજાવ્યા બાદ ફરી જાહેર હિતમાં તેમની બદલી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી હતી. અહીં ફરજ દરમિયાન ચકચારી તાજમહમદ ભટ્ટી હત્યા કેસમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. હત્યાના ગુનાનો ભેદ ઉકેલવામાં કરેલી કામગીરી બદલ બોર્ડર રેન્જ આઈ.જી. ચિરાગ કોરડિયા દ્વારા તેમને સન્માનપત્ર આપી કામગીરીને બિરદાવવામાં આવી હતી. સને 2011થી સને 2026 સુધીના આશરે 16 વર્ષના પોલીસ સેવાકાળ દરમિયાન વિવિધ સ્થળોએ ફરજ બજાવી મહત્વપૂર્ણ કામગીરી કરનાર મોમજીભાઈ ચૌહાણને ASI તરીકે બઢતી મળતા સાથી પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ તથા મોરબી પોલીસ પરિવાર દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. તેમની આ બઢતીને વર્ષોની નિષ્ઠાપૂર્ણ પોલીસ સેવાનું સન્માન માનવામાં આવી રહ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments