Saturday, August 9, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબી જિલ્લામાં આયુષ હોસ્પિટલ ખાતે બાળરોગ ક્રિટિકલ વિભાગમાં મહત્વપૂર્ણ ઉપલબ્ધિ

મોરબી જિલ્લામાં આયુષ હોસ્પિટલ ખાતે બાળરોગ ક્રિટિકલ વિભાગમાં મહત્વપૂર્ણ ઉપલબ્ધિ

મોરબી જીલ્લામાં હવે આરોગ્ય ક્ષેત્રે પણ સારી સુવિધાઓ દર્દીને મળી રહી છે અગાઉ રાજકોટ અને અમદાવાદ મેડીકલ સેવાઓ માટે ધક્કા ખાવા પડતા હતા તે દિવસો હવે ભૂતકાળ બની રહ્યા છે મોરબીની આયુષ હોસ્પિટલમાં તાજેતરમાં બાળરોગ ક્રીટીકલ વિભાગે મહત્વપૂર્ણ ઉપલબ્ધી હાંસલ કરી છે

બાબો સિંધાભાઈ બાળકનો જન્મ થયો ત્યારે બાળક કાચું હતું અને ઓછા વજનનું બાળક હતું તેમજ જન્મ સમયથી જ બાળકને ખુબજ શ્વાસની તકલીફ હતી અને એક્સરેમાં પણ જાણવા મળ્યું કે તેમને ન્યુમોનિયા જેવી તકલીફ જાણવા મળી અને લોહી રિપોર્ટમાં પણ ખુબજ ચેપનો ભાગ જણાયો આટલા માટે બાળકને જન્મથી જ વેન્ટિલેટર ઉપર રાખવાની જરૂર પડી હતી, શ્વાસની તકલીફ વધારે હોવાથી બાળકને ૧૫ દિવસ સુધી વેન્ટિલેટર ઉપર રાખવાની જરૂર પડી હતી તેમાં શ્વાસનું મોટું મશીન (HFO ventilator) માં પણ રાખવાની જરૂર પડી હતી અને આશરે દોઢ મહિના સુધી NICU માં સારવાર ચાલ્યા બાદ પીડિયાટ્રિક ટીમની મેહનત થી બાળકને સાજું કરાયું અને રાજા અપાઈ. અત્યારે બાળક એકદમ સ્વસ્થ છે. બાળકના પરિવારજનો દ્વારા ડોક્ટર તથા NICU ટીમનો આભાર માન્યો હતો

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments