Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમહાનગરપાલિકા દ્વારા મચ્છુ નદીનું સફાઈ અભિયાન

મહાનગરપાલિકા દ્વારા મચ્છુ નદીનું સફાઈ અભિયાન

સફાઈ અભિયાનમાં કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ જોડાય

મોરબી મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં ડીમોલેશન બાદ હવે મચ્છુ નદીમાં ફેલાયેલી ગંદકી દૂર કરવા માટે સફાઈ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જેમાં પાડાપુલ હેઠળના બેઠા પુલ નીચે સાફ સફાઈ કરવામાં આવી હતી. આ સફાઈ અભિયાનમાં કલેટકટ કે.બી. ઝવેરી, મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, ડે. મ્યુનિસિપલ કમિશનર સંજય સોની, કુલદીપસિંહ વાળા, 50 જેટલા સફાઈ કર્મી અને રોટરી ક્લબ, લાયન્સ ક્લબ, ઇન્ડિયન લાયન્સ ક્લબ, સ્વામિનારાયણ ગુરુકુળ, સ્વામિનારાયણ સંસ્થાઓના સ્વયંસેવકો સહિત વિવિધ 100થી વધુ સંસ્થાઓના સ્વંય સેવકો જોડાયા હતા. આ સફાઈ અભિયાન દરમિયાન મચ્છુ નદીમાંથી 5 ટ્રેક્ટર જેટલો કચરો કાઢવામાં આવ્યો હતો.

સફાઈ અભિયાન વિસગે મોરબી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, મચ્છુ નદીના સફાઈ અભિયાનમાં મહાનગરપાલિકાની સાથે અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ પણ જોડાઈ છે. તમામ લોકો ખૂબ મહેનત અને ખંતથી મચ્છુ નદીની સફાઈ કરી છે. આગામી સમયમાં આ સફાઈ અભિયાનને મોટું સ્વરૂપ આપીને શ્રમદાન ફોર મોરબી કાર્યક્રમ લોન્ચ કરીશું. જેમાં દર મહિને સ્વૈચ્છાએ શ્રમદાન કરવા માગતા લોકોનો સહયોગ લેવામાં આવશે. આગામી દિવસોમાં મચ્છુ નદીના બીજા ભાગોમાં પણ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે. સાથે જ કમિશનરે લોકોને અપીલ કરતાં જણાવ્યું કે, લોકો પણ કચરાની ગાડીમાં જ કચરો નાખે. જ્યાં ત્યાં કચરો ન નાખે જેથી નદીમાં કચરો ન આવે. મચ્છુ નદીમાં જે ગટરનું પાણી આવી રહ્યું છે તે બાબતે પણ લાંબાગાળાનું આયોજન કરવામાં આવશે. નદીના કાંઠે જે કાટમાળ નાખવામાં આવી રહ્યો છે તે અંગે પણ આગામી દોઢ મહિનામાં આયોજન બહાર પાડીને તેને અટકાવીશું. કમિશનરે જણાવ્યું હતું કે, મોરબી મહાનગરપાલિકા પાસે હાલ કચરાના કલેક્શન માટે 28 ગાડીઓ છે જે પર્યાપ્ત નથી તેથી એજન્સીને કહીને 7 ગાડી વધારીને કુલ 35 ગાડીઓ કરી છે.

મચ્છુ નદીના સફાઈ અભિયાન અંગે મોરબીના કલેક્ટર કે.બી. ઝવેરીએ જણાવ્યું હતું કે, એક મહિનામાં મહાનગરપાલિકાની ટીમ દ્વારા ઘણું બધું કામ કરવામાં આવ્યું છે. ઘણા વિસ્તારોમાં દબાણો પણ દૂર કરાયા છે. હવે મોરબી સ્વચ્છ બને તે માટેના પ્રયાસો પણ કરવામાં આવશે. લોકોની જનભાગીદારીથી સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન આગામી દિવસોમાં પણ ચાલુ રહે તેવા પ્રયાસો કરાશે. સાથે જ મોરબીની જનતાને જ્યાં ત્યાં કચરો ન ફેંકવા પણ કલેક્ટરે અપીલ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments