Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ઔદ્યોગિક વિસ્તારમાં ગુનાઓ અટકાવવા પીઆઈ ચારેલની અધ્યક્ષતામાં ઉદ્યોગકારો સાથે જાગૃતિ મિટિંગ...

મોરબીના ઔદ્યોગિક વિસ્તારમાં ગુનાઓ અટકાવવા પીઆઈ ચારેલની અધ્યક્ષતામાં ઉદ્યોગકારો સાથે જાગૃતિ મિટિંગ યોજાઈ

મોરબીના પીપળી રોડ પર આવેલા લેમન સિરામિકમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા પીઆઈ ચારેલની અધ્યક્ષતામાં ઉદ્યોગકારોમાં જાગૃતિ બાબતે મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઔદ્યોગિક વિસ્તારમાં ગુનાઓ અટકાવવા માટે સવિશેષ ધ્યાન આપવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ચોરી અને લૂંટફાટના ગુનાઓ અટકાવવા માટે વિશેષ જાણકારી આપવામાં આવી હતી.

પોલીસ દ્વારા ઉદ્યોગકારોને જણાવાયું હતું કે, આ પ્રકારના ગુનાઓ અટકાવવા માટે દરેક કંપનીના મેઈન ગેટ ઉપર અને રોડની બંને બાજુ કવર થાય તે રીતે હાઈ રીઝોલ્યુશન સીસીટીવી કેમરા ખાસ લગાવવા. જરૂરી લાઇટિંગ વ્યવસ્થા કરવી જેથી કંપની કે આજુબાજુમાં થતા ગુનાઓ અટકાવી શકાય. કોઈપણ વ્યક્તિને ગોડાઉન કે અન્ય પ્રોપર્ટી ભાડે આપી તો ભાડે રાખનારના પૂરતા આધાર પુરાવા લેવા. આધારકાર્ડ ઉપરાંત પાનકાર્ડ અથવા ડ્રાઈવીંગ લાયસન્સ પણ લેવુ. ભાડા કરાર પુરતા પુરાવા લઈને કરવા. કંપનીમાં કામ કરતા માણસોના આધારકાર્ડ ખાસ રેકોર્ડમાં રાખવા. વિશેષ જરૂર જણાય તેવા કિસ્સામાં બીજુ અન્ય ફોટો આઇડી લેવું. કંપનીમાં ચોરી – લુંટફાટ કરતા કોઈ પકડાય તો કાયદો હાથમાં લેવો નહી અને નજીકના પોલીસ સ્ટેશનમાં અચુક જાણ કરવી.

આ જાગૃતિ માટેની મિટીંગમાં પીપળી રોડના ઉધોગકારો તથા સિરામિક એસોસિએશનના હોદ્દેદારો હાજર રહ્યા હતા તથા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લેમન સિરામિકના ભાગીદારો તથા કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments