Saturday, May 9, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ઘુંટુમા બોરમાંથી પાણી આપવા મામલે પાડોશીએ ગામ માથે લીધું

મોરબીના ઘુંટુમા બોરમાંથી પાણી આપવા મામલે પાડોશીએ ગામ માથે લીધું

દારૂ પી ધમાલ મચાવી પથ્થરના છુટા ઘા કરી વૃદ્ધાને ઇજા પહોંચાડીને જાનથી મારી નાખવા ધમકી આપી

મોરબી : મોરબીના ઘુંટુ રોડ ઉપર આવેલ રામકો વિલેજમાં રહેતા વૃધ્ધા સાથે બોરનું પાણી આપવા બાબતે પાડોશમાં રહેતા શખ્સે દારૂ પી ધમાલ મચાવી પથ્થરના છુટા ઘા મારી ઇજાઓ કરવાની સાથે બોરનું સ્ટાર્ટર તોડી નાખી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

મોરબીના ઘુંટુ ખાતે આવેલ રામકો વિલેજમાં રહેતા જોસનાબેન પ્રવીણભાઈ જોશીએ તાલુકા પોલીસ મથકમાં પાડોશમાં રહેતા આરોપી અશ્વિન બાવાજી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, થોડા સમય પૂર્વે તેઓએ સંયુક્ત બોરમાંથી રામબાઈ નામના પાડોશીને પાણી આપતા આરોપીને સારું નહિ લાગતા ગઈકાલે દારૂનો નશો કરી તેમના ઘેર આવ્યો હતો અને ગાળો બોલી પતિ અને પુત્ર કયા ગયા કહી ઝઘડો કરી પથ્થરના ઘા કરી બોરનું સ્ટાર્ટર તોડી નાખી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. આ બનાવ અંગે તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments