મોરબી સમસ્ત બ્રહ્મસમાજના મહામંત્રી, તથા મોરબીના બંધૂનગર પ્રાથમિક શાળાના આચાર્ય તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અનેક યુવાનોના માર્ગદર્શક અમુલભાઈ જોષીનો આજે જન્મ દિવસ છે. તેઓ સામજિક પ્રવૃતિઓ અને શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર છે. મિલનસાર સ્વભાવ ધરાવતા અમુલભાઈ જોશી સમાજ અને શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ મોટું યોગદાન આપી રહ્યા છે. ખૂબ બહોળું મિત્ર વર્તુળ ધરાવતા અમુલભાઈને ઠેર ઠેરથી જન્મ દિવસની શુભકામનાઓ મળી રહી છે.









