Friday, April 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiપીજીવીસીએલ મોરબી શહેર પેટા વિભાગ ૨ શરુ કરવા ધારાસભ્ય કાંતિ અમૃતિયાની રજૂઆત

પીજીવીસીએલ મોરબી શહેર પેટા વિભાગ ૨ શરુ કરવા ધારાસભ્ય કાંતિ અમૃતિયાની રજૂઆત

પી.જી.વી.સી.એલ. મોરબી શહેર પેટ વિભાગ-2 કચેરીનું વિભાજન કરવા અંગે મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

ધારાસભ્ય કાંતિ અમૃતિયા એ રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી મહાનગરપાલિકા બની છે. જેથી આસપાસના સંખ્યાબંધ ગામો શહેરોમાં જોડાશે-મોરબી તેના ઉદ્યોગોને લઈને પ્રખ્યાત હોય સમગ્ર દેશમાંથી પોતાની આજીવિકા માટે મેનેજરીયલ સ્ટાફ અને શ્રમજીવીઓ મોટી સંખ્યામાં અત્રે આવે છે. આવનાર સમયમાં ૫ હજારથી વધારે નવા વીજ જોડાણો તેટલા જ પ્રમાણમાં ટ્રાન્સફોર્મર્સ અને લાઈનના સંભવિત વધારાને લક્ષમાં રાખી સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પૂરો પાડવા તથા ગ્રાહકને હાલાકી ન પડે તે માટે મોરબી શહેર પેટ વિભાગ-2 કચેરીનું ત્વરિત વિભાજન કરી નહેરુ ગેટ પેટા વિભાગ કચેરી શરૂ કરવા યોગ્ય કરાવશો. ત્યારે વીજ ગ્રાહકો અને રેવન્યુને ધ્યાનમાં લઈ આ વિષયને ઝડપથી કાર્યાન્વિત કરવા માંગ કરવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments