Friday, April 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી OSEM CBSE સ્કૂલના વિદ્યાર્થીઓએ બેંકની મુલાકાત લીધી

મોરબી OSEM CBSE સ્કૂલના વિદ્યાર્થીઓએ બેંકની મુલાકાત લીધી

મોરબીની OSEM CBSE સ્કૂલ દ્વારા હરહંમેશ વિદ્યાર્થીઓના ભવિષ્ય ઘડતર અંગે સૈદ્ધાંતિક તેમજ પ્રાયોગિક જ્ઞાન અર્પણ કરવામાં આવે છે. તે અંતર્ગત શાળાના કોમર્સના વિદ્યાર્થીઓ બેંકિંગ ક્ષેત્રના પ્રાયોગિક જ્ઞાનથી માહિતગાર થાય તે હેતુસર વિદ્યાર્થીઓ માટે મોરબીની સૌથી મોટી સહકારી સંસ્થા રાજકોટ નાગરિક સહકારી બેંકની મુલાકાતનું અનેરું આયોજન કરવામાં આવ્યુ હતું.

રાજકોટ નાગરિક સહકારી બેંકના અધિકારી જયેશભાઈ દવે, આશિષસિંહ જાડેજા સહિતના કર્મચારીઓએ વિદ્યાર્થીઓને બેંકિંગ વિશે સમજણ આપી હતી. બેંકમાં ખાતુ ખોલાવવુ, KYC, ઓન લાઈન બેંકિંગ, NEFT, RTGS, વિવિધ પ્રકારની લોન તેમજ લોકર, વિવિધ પ્રકારની ડીપોઝીટ સહિતની માહિતી બેંકના અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ સાથે OSEM CBSE ના કોમર્સ ડિપાર્ટમેન્ટનાં નિર્મિતભાઈ કક્કડ, અંકિતાબેન મારૂ, ઉમંગભાઈ સતાણી સહિતનાં જોડાયા હતા. કોમર્સના વિદ્યાર્થીઓમાં વ્યવસાયિક કૌશલ્યનો વિકાસ થાય તે હેતુસર કરાયેલા આ આયોજન બદલ સંસ્થાના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, સિધ્ધાર્થભાઈ રોકડ, સુર્યરાજસિંહ જેઠવા, પ્રિન્સિપાલ દીપાબેન શર્મા સહિતનાઓએ શુભકામનાઓ પાઠવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments