હાલ ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે ગુજરાત વિધાનસભાની આ કાર્યવાહી કોઈને જોવા જાણવા તેમજ ગુજરાત વિધાનસભાને રૂબરૂ જોવા ઈચ્છતા મોરબીના લોકોને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાનો સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે મોરબી માળીયા વિધાનસભા વિસ્તારના મતદાર મિત્રોને વિધાનસભા ગૃહ અને ગૃહની કાર્યવાહી જોવા જાણવાની ઈચ્છા હોય તેવા વિદ્યાર્થીઓ અને મતદાર મિત્રોને મોરબી ધારાસભ્ય શ્રીકાંતિભાઈ અમૃતિયા અથવા તેમના કાર્યાલયનો સંપર્ક સાધવા વિનંતી કરવામાં આવી છે અને આપના વિધાનસભા ગૃહના પ્રવેશ અને આપના ભોજનની વ્યવસ્થા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા કરવામાં આવશે જે વિદિત થાય.. આપના જવાના દિવસ સમયની જાણ અગાઉથી કરવા વિનંતી કરવામાં આવી છે.આ માટે વિશ્વાસ જોષી 9979613433, ભુપેન્દ્રભાઈ રાઠોડ 9687150005 પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. ગાંધીનગર મુકામે ક્વા. નં. 1/2, સદસ્ય નિવાસ, સેક્ટર 21, ગાંધીનગર મુકામે પહોંચવા વિનંતી છે.











