Tuesday, October 6, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીથી કબરાઉ સુધી 108 કિ.મી. માર્ગ પર અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા પદયાત્રીઓની...

મોરબીથી કબરાઉ સુધી 108 કિ.મી. માર્ગ પર અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા પદયાત્રીઓની સેવા

હેતલબેન પટેલ સહિત 9 બહેનોએ બોલેરોમાં ફરીને માતાના મઢ જતા પદયાત્રીઓને પાણી, ઠંડા પીણા અને ફ્રૂટનું વિતરણ કર્યું

મોરબી ડેઈલી : મોરબીમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા માતાના મઢ દર્શનાર્થે જતા પદયાત્રીઓ માટે સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીથી કબરાઉ સુધીનું અંતર આશરે 108 કિલોમીટર હોવાથી લાંબી પદયાત્રા દરમિયાન ભક્તોને જરૂરી સુવિધાઓ મળી રહે તે માટે ગ્રુપ દ્વારા માર્ગમાં સેવા કરવામાં આવી હતી.

અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ સહિત 9 બહેનો આ સેવાકાર્યમાં જોડાયા હતા. ગ્રુપ દ્વારા મોરબીથી બોલેરો વાહનમાં પાણી, ઠંડા પીણા, ફ્રૂટ સહિતની વિવિધ વસ્તુઓ ભરીને મોરબીથી કબરાઉ સુધી લઈ જવામાં આવી હતી અને માર્ગમાં માતાના મઢ જતા પદયાત્રીઓને તેનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી સતત માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવાકાર્ય કરવામાં આવી રહ્યું છે. દર વર્ષે ગ્રુપ દ્વારા પદયાત્રીઓ માટે વિવિધ જરૂરી ચીજવસ્તુઓની વ્યવસ્થા કરી સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવે છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments