ગુજરાત સરકારના વર્ષ ૨૦૨૫/૨૬ના બજેટમાં મોરબી મહાનગરપાલિકા માટે રૂ. ૨૫૫ કરોડની જોગવાઈ કરવાની ઐતિહાસિક જાહેરાત બદલ ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા નાણામંત્રી કનુભાઈ દેસાઈનો મોરબીની સમસ્ત જનતા તરફથી મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ હૃદયપૂર્વક આભાર માન્યો છે.
મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના આ મહત્ત્વપૂર્ણ નિર્ણયથી શહેરી માળખાગત વિકાસ અને મહેકમ સુવિધાઓમાં વૃદ્ધિ માટે એક મોટું પગલું સાબિત થશે, જે મોરબી શહેરને વધુ આધુનિક અને સુવિધાસભર બનાવવા માટે સહાયરૂપ થશે.











