Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ગાળા નજીક કતલખાને લઈ જવાતા પશુઓને બચાવાયા

મોરબીના ગાળા નજીક કતલખાને લઈ જવાતા પશુઓને બચાવાયા

મોરબી : મોરબી – કચ્છ હાઇવે ઉપર ગાળા ગામના પાટિયા નજીકથી ગૌપ્રેમીઓને મળેલી બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસની મદદથી કતલખાને લઈ જવામાં આવી રહેલા 10 પાડરડાના જીવ બચાવી લઈ બોલેરો ચાલકને ઝડપી લઈ પશુ પ્રત્યે ક્રૂરતા આચરવા મામલે ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી – કચ્છ હાઇવે ઉપર વોચ ગોઠવી મોરબીના ગૌસેવકોએ પોલીસની મદદથી ગાળા ગામના પાટિયા પાસેથી જીજે – 12 – એવાય – 2901 નંબરની બોલેરો ગાડીમાં ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જવામાં આવી રહેલા 10 પાડરડા કિંમત રૂપીયા 15 સાથે આરોપી રમજુ ગુલમામદ રાઉમા રહે.કટારીયા, ભચાઉ, કચ્છ વાળાને ઝડપી લઈ પૂછપરછ કરતા અન્ય આરોપી ઇકબાલ ઉર્ફે બબાભાઈ શેખ રહે.શિકારપુર, તા.ભચાઉ, કચ્છ વાળાનું નામ ખુલતા બન્ને વિરુદ્ધ પશુપ્રત્યે ક્રૂરતા આચરવા મામલે ગુન્હો રજીસ્ટર કરી પાડાના જીવ બચાવી 4 લાખની બોલેરો કબજે કરી હતી

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments