મોરબી : મોરબીના ત્રાજપર વિસ્તારમાં બે શખ્સોએ ભાગીદારીમાં દેશી દારૂનો ધંધો ચાલુ કર્યો હોવાની બાતમીને આધારે પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે દરોડો પાડી બન્ને આરોપીઓને 117 લીટર દેશી દારૂ સાથે ઝડપી લઈ બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના ત્રાજપર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે યોગીનગરમાં આરોપી નરેશ પરસોત્તમભાઈ કોળીના રહેણાંક મકાનમાં દરોડો પાડી 117 લીટર દેશી દારૂ ઝડપી લઈ આરોપી સુરેશ અમરશીભાઈ સારલા રહે.બન્ને યોગીનગર વાળાઓને ઝડપી લઈ પૂછતાછ કરતા બન્ને આરોપીઓએ ભાગીદારીમાં દારૂનો ધંધો શરૂ કર્યાનું કબુલતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.










