મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે શહેરના ત્રાજપર ખારી વિસ્તારમાં રામ કુંવા વાળી શેરીમાં રહેતા આરોપી નિલેશ ભરતભાઇ ડાભીના રહેણાંકમાં દરોડો પાડી વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની 50 બોટલ કિંમત રૂપિયા 10,480 કબજે કરી પ્રોહીબિશન એકટ અન્વયે આરોપી વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.










