હોલમઢ ગામમાં કોળી સમાજના લગ્ન પ્રસંગોમાં ડીજે વગાડવા અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ
મોરબી : હરીફાઈના યુગમાં આપણી આવક પહેલા હતી તેટલી જ છે, પરંતુ દેખાદેખીનાં કારણે, આપણાં પ્રસંગોમાં દીન પ્રતિદિન ખર્ચાઓ ખૂબજ વધી રહ્યાં છે. સમાજમાં આવા ખોટા ખર્ચાઓને કઇ રીતે રોકી શકાય તેની ચર્ચાવિચારણા કરવા માટે હોલમઢ ગામનાં કોળી સમાજની એક મિટિંગ યોજાઈ હતી.
લગ્ન પ્રસંગે તેમજ સામાજિક પ્રસંગોમાં ઘણાં બધાં ફેરફારો કરવામાં આવ્યા હતા.જેમકે લગ્ન પ્રસંગમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. અને જાન આવતી હોય કે જાન જતી હોય તેમાં D.J વગાડવા પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે . અને 70 વર્ષથી વધારે ઉંમરની વ્યક્તિનું મૂત્યુ થાય તોજ મોટું પાણીઢોર કરવું. તેમજ 70 વર્ષથી નાની ઉંમરના વ્યક્તિનું મૂત્યુ થાય. તો માત્ર બટુક ભોજન કરવું. જેવાં અનેક ફેરફારો કરવામાં આવ્યા હતા.અને નિયમોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિઓ સામે રૂપિયા 30000 હજાર દંડની જોગવાઈઓ કરવામાં આવેલ હતી..












