Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં જાહેરમાં ગંદકી ફેલાવનારની હવે ખેર નહિ, આકરા દંડની ચેતવણી આપતું મનપા

મોરબીમાં જાહેરમાં ગંદકી ફેલાવનારની હવે ખેર નહિ, આકરા દંડની ચેતવણી આપતું મનપા

મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં જાહેરમાં ગંદકી કરવા, થુકવા, શૌચ ક્રિયા તેમજ બાંધકામ સામાન કે કાટમાળ રસ્તા પર રાખવા અને કેબીન સહિતના દબાણો રાખનાર પાસેથી દંડ વસુલવામાં આવશે મહાનગરપાલિકા દ્વારા દંડ અંગેની યાદી જાહેર કરી છે

મોરબી મહાનગરપાલિકાના કમિશ્નરની યાદીમાં જણાવ્યા અનુસાર જાહેર રસ્તા પર કે અન્ય જગ્યા પર ગંદકી, અડચણ કે ત્રાસદાયક કૃત્ય કરતા ઇસમોએ તાત્કાલિક અસરથી આવા કૃત્ય બંધ કરવા જણાવ્યું છે જાહેરમાં ગંદકી બદલ રૂ ૫૦ થી ૫૦૦, પાણીના વ્યય બદલ રૂ ૧૦૦ થી ૧૦૦૦, જાહેરમાં શૌચક્રિયા તેમજ થુકવા બદલ રૂ ૫૦ થી ૫૦૦, બાંધકામ સામાન કે કાટમાળ રસ્તા પર રાખવા બદલ રૂ ૧૦૦૦ થી ૧૦,૦૦૦ અને રસ્તા પર લારી/કેબીન રાખી દબાણ કરવા બદલ રૂ ૫૦૦ થી ૫૦૦૦ ની રકમનો વહીવટી ચાર્જ વસુલવામાં આવશે

જે ઈસમો વારંવાર આવું કૃત્ય કરશે કે ચાલુ રાખશે તેવા ઇસમોએ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૫૨ તથા ધી ગુજરાત પ્રોવીન્શીયલ મ્યુનીસીપલ કોર્પોરેશન એક્ટ ૧૯૪૯ ની જોગવાઈઓ અન્વયે કાયદેસર કાર્યવાહી કરવાની ફરજ પડશે જે અંગે મોરબી મહાનગરપાલિકાના તમામ નગરજનોએ નોંધ લેવા જણાવ્યું છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments