ટંકારા તાલુકાના મિતાણા ગામના ઓવરબ્રિજ ઉપર ગત તા.30 માર્ચના રોજ જીજે – 08 – એડબ્લ્યુ – 5303 નંબરના ટ્રક ચાલકે જીજે – 03 – ઇએ – 4738 નંબરના ટ્રેક્ટરને ટક્કર મારી અકસ્માત સર્જતાં આ અકસ્માતમાં ટ્રેકટર ચાલક કિશોરભાઈ ધનજીભાઈ દેવડા રહે.પ્રભુનગર મિતાણા વાળાનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અરવિંદભાઈ મોહનભાઇ દેવડા ઉ.47 રહે.પ્રભુનગર મિતાણા વાળાને ઇજાઓ પહોંચી હતી. અકસ્માતના આ બનાવ અંગે ટંકારા પોલીસે અરવિંદભાઈની ફરિયાદના આધારે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.








