Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMaliya Miyana25 એપ્રિલે માળીયા મિયાણા ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે

25 એપ્રિલે માળીયા મિયાણા ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે

મોરબી રોજગાર કચેરી દ્વારા તા.૨૫/૦૪/૨૦૨૫ના રોજ  સવારે ૧૧:૦૦ કલાકે, આઇ.ટી.આઇ. માળીયા-મિયાણા, ચાચાવદરડા–પીપળીયા ચોકડી,માળીયા –મિયાણા હાઇવે તા.માળીયા-મિયાણા- ૩૬૩૬૬૦ખાતે તાલુકાકક્ષાનાં ઔધોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.

જેમાં મોરબી  જિલ્લાઓના  ખાનગી ક્ષેત્રાના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે, જેથી ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક,નોન મેટ્રીક/એસએસસી/એચએસસી/ આઇટીઆઇ /સ્નાતક  વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇજના ફોટોગ્રાફ, અધારકાર્ડ,બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે  અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહી કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેવું મોરબી જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments