Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોડી રાત્રે કચ્છમાં ધ્રુજી ધરા, મોરબીમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો

મોડી રાત્રે કચ્છમાં ધ્રુજી ધરા, મોરબીમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો

ગુજરાતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. કચ્છ અને મોરબીમાં ભૂકંપનો આંચકો આવ્યો છે. કચ્છમાં ભૂકંપનો આંચકો આવતાની સાથે જ લોકો ઘરમાંથી બહાર આવી ગયા હતા. કચ્છમાં 5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે ત્યારે મોરબીમાં ગત રાત્રીના સમયે ભૂકંપના આંચકાની અનુભૂતિ થઈ છે. જો કે આ આંચકાનું કેન્દ્ર બિંદુ કચ્છના દૂધઇ નજીક હોવાનું અને તેની તીવ્રતા 4.7 હોવાનું જાણવા મળ્યું છે.

મોરબીમાં ગત રાત્રીના 11:26 કલાકે ભૂકંપનો આચકો અનુભવાયો છે. અનેક ઘરોમાં અંદર ધણધણાટી અનુભવાય હતી. તો અનેક ઘરોમાં વાસણો ખખડી ઉઠ્યા હતા. બહુમાળી ઇમારતોમાં પણ આંચકાની અનુભૂતિ થઈ છે. આ અંગે રાજ્યના સિસ્મોલોજી વિભાગનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે આ ભૂકંપનું કેન્દ્રબિંદુ દૂધઇ (કચ્છ)થી 17 કિમી નોર્થ-નોર્થ-ઇસ્ટ તરફ છે. ભૂકંપની તીવ્રતા 4.7ની છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments