Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં બચુબાપાના અન્નક્ષેત્રમા રંઝાડ કરનાર બે લુખ્ખા ઝડપાયા

મોરબીમાં બચુબાપાના અન્નક્ષેત્રમા રંઝાડ કરનાર બે લુખ્ખા ઝડપાયા

મોરબીમાં જરૂરીયાતમંદ લોકોની જઠરાગ્નિ ઠારવા માટે વર્ષોથી સેવાની ધૂણી ધખાવનાર એવા બચુબાપાના અન્નક્ષેત્રમાં આતંક મચાવનાર બે શખ્સોને પોલીસે ઝડપી લઈ તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના સ્ટેશન રોડ ઉપર અન્નક્ષેત્ર ચલાવતા બચુબાપાએ જણાવ્યું હતું કે તેઓ ગઈકાલે સવારે બહાર ગયા હતા. ત્યારે બે શખ્સોએ આવીને ત્યાં હાજર છોકરીને બધા પૈસા દઇ દેવાના છે તેવું કહી મારી નાખવાની ધમકી આપી હતી. આ જ બે શખ્સોએ તેમના ભાણેજને છરી બતાવી હતી. આ લોકોએ થોડા થોડા કરીને રૂ. 50થી 60 હજાર પડાવી લીધા હોવાનું પણ તેમને જણાવ્યું હતું. આ બનાવને પગલે ધારાસભ્ય અને ડીવાયએસપીએ તુરંત કાર્યવાહીની સૂચના આપતા એ ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં જ મુસ્તાક ફતેમહંમદ કટિયા રહે.રણછોડનગર અને એઝાઝ રહે.લાયન્સનગર સામે કલમ 506 અને 502 હેઠળ ગુનો નોંધી બન્નેને પકડી લીધા છે. આ મામલે એ ડિવિઝન પીઆઇ રાકેશ પટેલે જણાવ્યું કે બન્ને આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી ચાલુ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments