મોરબી શહેરના કાલિકા પ્લોટ વિસ્તારમાં ખંઢેર મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમીને આધારે ક્રાઇમબ્રાન્ચની ટીમે દરોડો પાડી સાયન્ટિફિક મેઈન રોડ ઉપર આઝાદ ચોક નજીક બંધ મકાનમાંથી વિદેશી દારૂની 96 બોટલ કબ્જે કરી અજાણ્યા શખ્સ વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.
મોરબી ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, મોરબી શહેરના કાલિકા પ્લોટ વિસ્તારમાં સાયન્ટિફિક મેઈન રોડ ઉપર આઝાદ ચોક નજીક એક ખંઢેર મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. બાતમીને આધારે ક્રાઇમબ્રાન્ચની ટીમે દરોડો પાડતા આ બંધ ખંઢેર મકાનમાંથી વિદેશી દારૂની 96 બોટલ કિંમત રૂપિયા 56,892 મળી આવતા અજાણ્યા ઇસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજિસ્ટર કરાવ્યો હતો.










