Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમાળિયા (મી)ના મોટાદહીસરા ગામે થયેલ મારામારીના ગુનામાં આરોપીઓનો જામીન પર છુટકારો

માળિયા (મી)ના મોટાદહીસરા ગામે થયેલ મારામારીના ગુનામાં આરોપીઓનો જામીન પર છુટકારો

માળિયા (મી)ના મોટા દહીસરામાં મારા મારીની ઘટના બનેલ હતી જે ગુનામાં પકડાયેલા 6 આરોપીના રેગ્યુલર જામીન માટે વકીલ મારફતે કોર્ટમાં અરજી કરી હતી જેમાં વકીલની દલીલને ધ્યાને રાખીને કોર્ટે આરોપીઓના શરતોને આધીન રેગ્યુલર જામીન મંજૂર કરેલ છે.

માળિયા (મી)ના મોટા દહીસરામાં ગત તા 24/4/24 ના રોજ ફરિયાદી વિજય હમીરભાઇ પરમાર તેમજ આરોપીઓ અજય છગનભાઈ પરમાર વચ્ચે સામસામે મારામારીનો બનાવ બન્યો હતો જેની બંને પક્ષેથી માળીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરેલ હતી જેમાં આરોપી જીતેશ ઉર્ફે જીતેન્દ્ર કાનજી, રમેશ કાનજી પરમાર, નરેશ કાનજી પરમાર, શામજી શિવા પરમાર, સુરેશ બુટા બાંભવા અને છગન કાનજી પરમાર તેમજ બીજા અન્ય આરોપી એમ કુલ મળીને 13 આરોપીઓ સામે ગુનો નોંધાયેલ હતો અને કુલ 6 આરોપીઓને પોલીસે અટક કરીના કોર્ટમાં રજૂ કરતા જેલહવાલે કરેલ હતા. જે આરોપીઓના રેગ્યુલર જામીન માટે તેઓના વકીલ મનીષ પી.

ઓઝા (ગોપાલભાઈ ઓઝા) અને કુમારી મેનાઝ પરમાર મારફતે મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અરજી કરેલ હતી જેમાં પ્રિન્સીપલ ડિસ્ટ્રિક્ટ જજ ડી.પી.મહિડા સાહેબે જામીન અરજી મંજૂર કરેલ છે તેમજ આરોપીઓને રૂપિયા 25000 ના શરતને આધીન રેગ્યુલર જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments