મોરબી:- મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ બે અલગ અલગ દરોડામાં જેમાં લીલાપર રોડ ઉપર રહેણાંક મકાનમાંથી 18 બોટલ દારૂ ઝડપ્યો હતો,જ્યારે બીજા દરોડામાં મોમ્સ હોટલ પાસે માંગરની વાડી વિસ્તારમાંથી વિદેશી દારૂની ચાર બોટલ સાથે એક શખ્સને ઝડપી લઇ પ્રોહીબિશન એક્ટ મુજબ આગળની કાર્યવાહી કરી હતી,
મળતી માહિતી પ્રમાણે પ્રથમ દરોડામાં પોલીસે લીલાપર રોડ ઉપર જય ભારત નળીયાના કારખાના સામે આરોપી મનહર ગોપાલભાઈ વઢેકિયાના રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની 18 બોટલ જેની કિંમત રૂપિયા 5400 થાય તે કબજે કરી હતી, જો કે દરોડા દરમિયાન આરોપી હાજર મળ્યો ન હતો.
જ્યારે બીજા દરોડામાં શનાળા રોડ ઉપર મોમ્સ હોટલ પાછળ માંગરની વાડી વિસ્તારમાં પોલીસે દરોડો પાડી આરોપી મનસુખ પરસોત્તમભાઈ મકવાણા નામના વ્યક્તિને વિદેશી દારૂની ચાર બોટલ જેને કિંમત રૂપિયા 1200 સાથે ઝડપી લેતા આરોપીએ દારૂની આ બોટલ આરોપી લાલજી રમેશભાઈ કણઝારીયા પાસેથી લીધી હોવાનું કબુલતા પોલીસે બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ આગળની કાર્યવાહી કરી હતી.










