Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરના ઠીકરીયાળા ગામે ઘોડાના તબેલામાં છુપાવેલો દારૂ -બિયર ઝડપાયો

વાંકાનેરના ઠીકરીયાળા ગામે ઘોડાના તબેલામાં છુપાવેલો દારૂ -બિયર ઝડપાયો

વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે ઠીકરીયાળા ગામની સીમમાં વાડીમાં દરોડો પાડી ઘોડા બાંધવાના તબેલામાં છુપાવવામાં આવેલ વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી લીધો હતો. જો કે, દરોડા દરમિયાન વાડી માલિક આરોપી હાજર મળી આવ્યો ન હતો.

વાંકાનેર તાલુકા પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામની સીમમાં આરોપી અજીતભાઈ રામકુભાઈ ખાચરની વાડીના તબેલામાં વિદેશી દારૂ તેમજ બિયરનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમીને આધારે દરોડો પાડતા ઘોડા રાખવાના તબેલામાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 49 બોટલ તેમજ બીયરના 24 ટીન મળી કુલ રૂ.45,645નો જથ્થો મળી આવતા કબ્જે કર્યો હતો.જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહીં મળી આવતા પોલીસે આરોપી અજીતભાઈ રામકુભાઈ ખાચર રહે.ઠીકરીયાળા ગામ વાળાને ફરાર દર્શાવી પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments