વાંકાનેર: ઢુવા ગામે જિલ્લા આરોગ્ય વિભાગ મૉરબી અને તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેરનાં સહયૉગથી પ્રાથમિક આરોગ્ય પ્રા.આ.કેન્દ્ર ઢુવા દ્વારા આજે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ આયૉજન કરવામાં આવ્યું હતું તેમાં 70 બૉટલ બ્લડ ડોનેશન થયું હતું.
જિલ્લા વિકાસ અધિકારી , મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મોરબી , તાલુકા આરોગ્ય અધિકારી વાંકાનેરના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઢુવા ખાતે આજરોજ તારીખ 12 ના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. બ્લડ ડોનેશન કેમ્પનું ઉદ્ઘાટન જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન સરોજબેન ડાંગરોચાના હસ્તે કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવા અને લોકોને બ્લડ ડોનેશન માટે પ્રોત્સાહિત કરવા આ વિસ્તારના સામાજીક આગેવાનો વાઘજી ડાંગરોચા, કાળુભાઈ કાકરેચા, રતિલાલભાઈ અણિયારીયા, ઇન્દ્રજીતસિંહ ઝાલા, કાળુભાઈ પાંચિયા વગેરે આગેવાનોએ હાજરી આપી હતી. આ કેમ્પમાં GMERS મેડીકલ કોલેજ મોરબીના ડો. સૌમયા મેડમ અને તેમની ટીમ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઢુવાના મેડીકલ ઓફિસર ડો. આશિષ, આયુષ મેડીકલ ઓફિસર ડો.બોસિયા અને પી.એચ.સી. ઢુવાના સી.એચ.ઓ., એમ.પી.એચ.ડબ્લ્યુ.ભાઈઓ, એફ.એચ.ડબ્લ્યુ.બેહેનો તેમજ ફાર્માસિસ્ટ લેબ.ટેક.એફ.એચ.એસ.બેન, આશા બેનો અને સમગ્ર ટીમ હાજર રહી કાર્યક્રમ સફળ બનાવેલ હતો.
આજના બ્લડ ડોનેશન કેમ્પમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી વાસ્તવ તથા તાલુકા આરોગ્ય અધિકારી આરીફ શેરસીયા ટી.એમ.પી.એચ.એસ.મથકિયા વગેરે હાજર રહી માર્ગદર્શન આપેલ હતું. આજના બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ ડોનેશન માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળેલ હતો અને ફક્ત 3 કલાક જેટલા સમયમાં જ 70 બોટલ બ્લડ કલેક્શન કરવામાં આવેલ હતું.આ તકે પી.એચ.સી. ઢુવા વિસ્તારના પદાધિકારીઓ ,સામાજીક આગેવાનો અને સમગ્ર પ્રજાજનોનો મેડીકલ ઓફિસર દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો.











