Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી તાલુકા પોલીસના બે સ્થળે દરોડા: 2 ઈસમ ઝડપાયા

મોરબી તાલુકા પોલીસના બે સ્થળે દરોડા: 2 ઈસમ ઝડપાયા

મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સાપર અને પીપળી ગામ નજીક બે અલગ દરોડા પાડી વિદેશી દારૂની 28 બોટલ સાથે બે આરોપીઓને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રથમ દરોડામાં સાપર ગામની સીમમાં પાવડીયારી કેનાલ નજીક આવેલ પવન મિનરલ કારખાના પાસેથી આરોપી ભાવેશ વિષ્ણુભાઈ વિરમગામા રહે.રંગપરવાળાને વિદેશી દારૂની 15 બોટલ કિંમત રૂપિયા 7878 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી. જ્યારે બીજા દરોડામાં તાલુકા પોલીસે પીપળી ગામની સીમમાં આવેલ શિવપાર્ક સોસાયટીમાં રહેણાંક મકાનમાં દરોડો પાડી આરોપી દર્શન ઉર્ફે લાલો કનુભાઈ વરાળિયા નામના શખ્સને વિદેશી દારૂની 13 બોટલ કિંમત રૂપિયા 10,198 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments