Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદમાં મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયુ, 6 ઝબ્બે

હળવદમાં મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયુ, 6 ઝબ્બે

હળવદ શહેરમાં આવેલી વડનગર સોસાયટીમા જુગારધામ શરૂ થયું હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડી છ જુગારીઓને રંગે હાથ ઝડપી લીધા હતા.જો કે, જુગારધામ સંચાલક એવો આરોપી નાસી ગયો હતો.બનાવ સ્થળેથી પોલીસે રોકડા રૂપિયા 78,600 કબ્જે કર્યા હતા.

હળવદ શહેરમાં આવેલ વડનગર સોસાયટીમાં રહેતા આરોપી હકાભાઈ કરમણભાઈ રબારી પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમવાના સાધનો પુરા પાડી નાલ ઉઘરાવી જુગાર રમાડતા હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડતા આરોપી પ્રવિણભાઇ ઉર્ફે પીટર લીંબાભાઇ કરોતરા, સુરેશભાઇ સીધાભાઇ ભદ્રેસીયા, જયંતિભાઇ મજીભાઇ ચાવડા, ચેતનભાઇ પ્રેમજીભાઇ કરોતરા, ભરતભાઇ રાઘવજીભાઇ કારોલીયા અને આરોપી અશ્વિનભાઇ રમેશભાઇ નિમ્બાર્કને તીનપતિ રમતા રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 78,600 કબ્જે કર્યા હતા. જો કે દરોડા દરમિયાન આરોપી હકાભાઇ કરમણભાઇ રબારી રહે.હળવદ વડનગર સોસાયટી વાળા નાસી જતા પોલીસે હકાભાઈને ફરાર દર્શાવી સાતેય આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments