Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહળવદમાં આવકના, જાતિના, સહિતના દાખલા માટે વહેલી સવારથી જ લાંબી કતારો

હળવદમાં આવકના, જાતિના, સહિતના દાખલા માટે વહેલી સવારથી જ લાંબી કતારો

મોરબી: હાલમાં વિવિધ ફેકલ્ટીના રીઝલ્ટો આવતા વિદ્યાર્થીઓ વાલીઓ વિવિધ દાખલાઓ મેળવવા હળવદ મામલતદાર કચેરીએ વહેલી સવારથી  વિધાથીર્ઓ ઉંમટી પડે છે, પંથકના વિધાર્થીઓ વાલીઓ વિવિધ દાખલાઓ જેવાકે જાતિ,આવક,નોન ક્રિમિનલ સર્ટિ,EVS સહિતના વિવિધ દાખલો કઢાવવા માટે અંદાજીત ૨૦૦   જેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓની લાંબી લાઈન  કતારોમાં વહેલી સવારે સાત વાગ્યાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ લાઈનમાં ઉભા રહે છે. ત્યારે માંડ બપોરે વારો આવે છે.  અમુક વિધાથીર્ઓ ને બે ત્રણ ધર્મ ધક્કા ખાવે પડે છે, એડમિશનની પ્રક્રિયા ચાલતી હોવાથી દાખલો કઢાવવા આવતા અરજદારોને ભારે  હાલાકી ભોગવી પડી રહી છે.

વહેલી સવારે ૭ વાગ્યાથી જ જાતિના આવકના  સહીતના વિવિધ દાખલા કઢાવવા માટે લાંબી લાઈનો લાગી  કતિરો લાગે છે ધોરણ ૧૦-૧૨નું પરિણામ આવ્યા બાદ આવક અને જાતિના સર્ટીફિકેટ લેવા માટે લોકોને કલાકો લાઈનમાં ઉભા રહેવુ પડે છે અને ભારે હાલાકી પડી રહી છે.હળવદ મામલતદાર કચેરી ખાતે ધોમધખતા તાપમાં  દાખલા મેળવવા વિધાથીર્ઓ વાલીઓ વિવિધ  દાખલા માટે પરેસેવો પાડી રહ્યા છે લાંબી કતારોમાં ઉભા રહેવા મજબુર બન્યા છે.

દાખલા કઢાવવા માટેની ત્રણ ત્રણ બારીઓ હોવા છતા લાંબી કતારો લાગે છે દરરોજ ૧૦૦ થી વધુ દાખલા કાઢી આપવામાં આવતો હોવાનો કચેરી દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. ધોરણ ૧૦ અને ૧૨ના પરિણામ આવ્યા બાદ વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ માટે એડમિશન મેળવવા ફોર્મ ભરવામાં આવકના તેમજ જાતિના પ્રમાણપત્રની જરૂર પડતી હોય છે. વિદ્યાર્થીઓએ નિયત સમય મર્યાદામાં ફોર્મ ભરવાનુ હોવાથી દાખલા કઢાવવા માટે લાંબી કતારો લાગી રહી છે. વહેલી સવારથી જ સેન્ટર પર મોટી સંખ્યામાં લોકો દાખલા કઢાવવા માટે લાઈનમાં ઉભા રહી જાય છે. ત્યારે તંત્ર દ્વારા પણ વધુ માણસો રાખી દાખલા કાઢી આપવાની પ્રક્રિયા ઝડપી બનાવવી જોઈએ. જેથી વિદ્યાર્થીઓને સમયસર દાખલા પણ રહે અને તેમને મુશ્કેલીનો સામનો પણ ન કરવો પડે. આવક, જાતિ, વિવિધ દાખલા ઓ માટે સવારથી કચેરીઓમાં લાંબી લાઈનો લાગી રહી છે અને લોકો કલાકો સુધી તપ ઘરે ત્યારે તેમને દાખલા મળી રહ્યા છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments