Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં મહેન્દ્રનગર ચોકડી પાસે કારે હડફેટે લેતા 15 વર્ષની બાળકીનું મોત

મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી પાસે કારે હડફેટે લેતા 15 વર્ષની બાળકીનું મોત

મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી પાસે ત્રણ દિવસ પૂર્વે એક 15 વર્ષની બાળકીને કારે હડફેટે લીધી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી બાળકીનું આજે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા.14ના રોજ સવારે 11 વાગ્યે મહેન્દ્રનગર ચોકડી પાસે રોડ ક્રોસ કરી રહેલી ઝરણા દિલીપભાઈ જાદવ ઉ.વ.15ને કારે હડફેટે લેતા ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત બાળકીને પ્રથમ મોરબીની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી. જોકે, આજે સવારે 8 વાગ્યે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે. ઈજાગ્રસ્ત બાળકીને પ્રથમ મોરબીની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી. જોકે, આજે સવારે 8 વાગ્યે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે. વધૂમાં આ બાળકી પડધરીની હોય, તે તેના માસીને ત્યાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments