મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઇન્દિરાનગર વિસ્તારમાં ખોડિયાર ચોક પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી કાનજીભાઇ રામજીભાઇ સુરેલા રહે.કબીર ટેકરી રાજુભાઇ મગનભાઇ સુરેલા, રહે. ઇન્દીરાનગર, કિશોરભાઇ મેરૂભાઇ ધોળકિયા, રહે. વિધુતનગર, ત્રિભોવનભાઇ બચુભાઇ સનુરા, રહે. ગાયત્રીનગર અને પ્રવિણભાઇ રામજીભાઇ સુરેલા, રહે. કબીર ટેકરીવાળાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 6400 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.










