Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiપેશાબની બીમારીમાંથી મુક્ત કરવા ટાંકા વગરનું (દૂરબીનથી) ઓપરેશન કરી વૃદ્ધને સ્વસ્થ કરતી...

પેશાબની બીમારીમાંથી મુક્ત કરવા ટાંકા વગરનું (દૂરબીનથી) ઓપરેશન કરી વૃદ્ધને સ્વસ્થ કરતી આયુષ હોસ્પિટલ

મોરબીમાં રહેતા એક ૬૫ વર્ષના દર્દી જેમને પેશાબમાં તકલીફ હતી. પેશાબ પૂરી રીતે ન ઉતરવો, પેશાબ ધીમેથી ઉતરવો,રાત્રે વાંરવાર પેશાબ કરવા જવું જેવા લક્ષણો હતા. જેથી તેમને હોસ્પિટલમાં બતાવ્યું હતું. ત્યાં રીપોર્ટ કરતા જાણવા મળ્યું કે, તેમની પ્રોસ્ટેટની ગ્રંથી મોટી થઇ ગઇ છે. જેમાં તેમના પ્રોસ્ટેટની સાઈઝ ૧૨૭ ગ્રામ છે. સામાન્ય પ્રોસ્ટેટની સાઈઝ ૧૨ થી ૧૫ ગ્રામ હોઈ છે. ત્યાં હોસ્પીટલમાંથી કહેવામાં આવ્યું કે ટાંકા વગર નું (દૂરબીનથી) ઓપરેશન થશે નહીં. તેમને ચીરો મારીને ટાંકાવાળું ઓપરેશન કરવું પડશે.

ત્યાર બાદ દર્દી આયુષ હોસ્પિટલમાં બતાવવા માટે આવ્યા હતા.ત્યાં યુરોલોજીસ્ટ ડૉ. કેયુર પટેલ દ્વારા સમજાવામાં આવ્યું કે પ્રોસ્ટેટની સાઈઝ મોટી થઈ ગઈ હોવાના કારણે ટાંકા વગરનું (દૂરબીનથી) ઓપરેશન શક્ય છે, પરંતુ ૨ સ્ટેજમાં કરવું પડે. દર્દીના અનુકુળતા મુજબ ૪ દિવસની અંદર અંદર ૨ સ્ટેજમાં ટાંકા વગરનું (દૂરબીનથી) ઓપરેશન કરવામાં આવ્યું અને ૧૨૭ ગ્રામના પ્રોસ્ટેટ ને દુર કરી અને દર્દીને રજા આપવામાં આવી હતી. હાલમાં દર્દીને પેશાબમાં કોઈ પ્રકારની તકલીફ નથી. તેથી દર્દી અને તેમના સગા દ્વારા ડૉ. કેયુર પટેલ અને હોસ્પિટલના સ્ટાફનો આભાર માનવામાં આવ્યો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments