મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલ જાંબુડિયા પાવર હાઉસ પાછળ ઇમ્પોઝ ફેકટરીમાં સાફસફાઈની કામગીરી કરી રહેલા અંજલીદેવી મહેશભાઈ સ્વામી ઉ.40 નામના મહિલાનું માથું પ્રેસ મશીનમાં આવી જતા ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.










