મોરબી : સંગઠિત મહિલા શક્તિ દ્વારા રાષ્ટ્ર નિર્માણના પવિત્ર કાર્ય માટે 1936માં શરૂ થયેલ રાષ્ટ્ર સેવિકા સમિતિનું કાર્ય ભારતના તમામ પ્રાંતો અને જિલ્લાઓ અને નગર સુધી પ્રસર્યું છે .સૌરાષ્ટ્ર પ્રાંતમાં રાષ્ટ્ર સેવિકા સમિતિની બહેનો દ્વારા શાખાઓ દૈનિક તથા સાપ્તાહિક ધોરણે લાગે છે. સૌરાષ્ટ્ર પ્રાંતનો રાષ્ટ્ર સેવિકા સમિતિનો પ્રશિક્ષણ વર્ગ તાજેતરમાં વાંકાનેર ખાતે પ્રારંભ થયો છે.
સૌરાષ્ટ્ર પ્રાંતનો પ્રવેશ શિક્ષા વર્ગ વાંકાનેર મધ્યે યોજવામાં આવ્યો છે. વર્ગાધિકારીમા પૂનમબેન રાવલ અને પ્રાંત કાર્યવાહીકા નીતાબેન જાનીનું માર્ગદર્શન રહેશે. શિક્ષિકાઓ દ્વારા દંડ, નિયુદ્ધ( કરાટે), સમતા, ઘોષ( બેન્ડ ) નું વર્ગ દરમિયાન પ્રશિક્ષણ કરવામાં આવશે. આ વર્ગ માં કુલ 52 શિક્ષાર્થી ઓ જે આખા સૌરાષ્ટ્રના કુલ 13 સ્થાન પર થી આવેલા છે. જેઓ પૂર્ણ સમય સંકુલમાં જ રોકાઈને ભારત માતાની સેવા કરવા માટે પ્રાતઃ 5 થી લઈ રાત્રિ 10.30 સુધી શારીરિક, બૌદ્ધિક, ચર્ચા, ગીત જેવા વિવિધ સત્રો દ્વારા ” નારી કભી ના હારી” જેવા સૂત્રને ચરિતાર્થ કરવા સ્વની સાધના કરશે. 10 શિક્ષિકા,1 પ્રબંધિકા, 6 અધિકારી માર્ગદર્શન આપી રહ્યા છે.
10 દિવસની સાધના અંતર્ગત બહેનો નો
શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આત્મિક વિકાસ થાય તે માટે યોગ,આસન, દંડ,નીયુધ્ધ, ઘોષ, સમતા , ચર્ચા જેવા અનેક વિવિધ વિષયોથી બહેનોનું ધડતર થાય છે. શાખા દ્વારા ગુણવત્તા યુક્ત સેવિકાનું ધડતર થઈ રાષ્ટ્ર પ્રથમનો ભાવ જાગૃત કરી દેશ સેવા, દેશ કાર્ય કરવામાં આવતું હોય છે.













