મોરબી – કચ્છ હાઇવે ઉપર સુરજબારી પુલની ચેકપોસ્ટ પાસે ટ્રાફિક જામને કારણે ઉભેલી બલેનો કારને બોલેરો ચાલકે પાછળથી જોરદાર ટક્કર મારતા બલેનો ટ્રકના ઠાઠામા ઘુસી ગઈ હતી. આ ત્રિપલ અકસ્માતમાં બલેનો ગાડીમાં બેઠેલા પાંચ વ્યક્તિઓને ઇજા પહોંચતા માળીયા મિયાણા પોલીસ મથકમાં બોલેરો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી – કચ્છ હાઇવે ઉપર સુરજબારી પુલ ચેકપોસ્ટ નજીક ગત તા.1ના રોજ સવારના સમયે ટ્રાફિક હોવાથી મોરબીના ઘુંટુ ખાતે હરિઓમ પાર્કમાં રહેતા સીરામીકના ધંધાર્થી ફરિયાદી અંકિતભાઈ ચંદુભાઈ ધોળુ ઉ.32 કારને બ્રેક મારી ઉભા હતા ત્યારે પાછળથી એપી – 16 – ટીસી – 8627 નંબરના બોલેરો ચાલકે પુરપાટ ઝડપે આવી અંકિતભાઈની જીજે – 36 – એસી – 3190 નંબરની બલેનો કારને ટક્કર મારતા કાર આગળ ઉભેલા અજાણ્યા ટ્રકના ઠાઠામાં ભટકાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં બેઠેલા અંકિતભાઈ, તેમના પત્ની તરુણાબેન, પુત્ર અક્ષર, અંકીતભાઈના કાકા શાંતિલાલ તેમજ કાકી શમતાબેનને ઇજાઓ પહોંચી હતી.બનાવ અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.








