Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં લોહાણા સમાજના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ફુલસ્કેપ નોટબૂકનું વિતરણ કરાશે

મોરબીમાં લોહાણા સમાજના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ફુલસ્કેપ નોટબૂકનું વિતરણ કરાશે

7 થી 9 જૂન લોહાણા મહાજન વાડી-સુધારાવાડી શેરી ખાતે સાંજે 5 થી 7 દરમિયાન વિતરણ થશે

મોરબી : શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ-મોરબી દ્વારા દર વર્ષે વિનામૂલ્યે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ કરવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે પણ લોહાણા સમાજના ધો-5થી કોલેજ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓ-બહેનો માટે વિનામૂલ્યે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ તા.7-6-2024 શુક્રવારથી તા.9-6-2024 રવિવાર સુધી સાંજે 5 થી 7 કલાક દરમિયાન શ્રી લોહાણા મહાજન વાડી-સુધારાવાડી શેરી, મોરબી ખાતે કરવામાં આવશે.

ફુલસ્કેપ ચોપડા મેળવવા માટે વિદ્યાર્થીઓએ વર્ષ 2024ની માર્કશીટની ઝેરોક્ષ મોબાઈલ નંબર લખીને લાવવાની રહેશે. વર્ષ 2024ની જ માર્કશીટ માન્ય ગણાશે. તેમજ જે વિદ્યાર્થીઓને ઓરીજીનલ માર્કશીટ ન આવી હોય તેમણે ઓનલાઈન માર્કશીટની પ્રિન્ટ અને તેમા મોબાઈલ નંબર લખીને લાવવાનું રહેશે.

શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ દ્વારા વિનામૂલ્યે ફુલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમમાં જે.ડી.મીરાણી (એડવોકેટ), નગીનભાઈ ભોજાણી પરિવાર (ગીતા ઓઈલ ઈન્ડ.), જમનાદાસભાઈ ભગવાનજીભાઈ ભોજાણી પરિવાર, સ્વ.કનુભાઈ કેશવજીભાઈ પંડિત પરિવાર, મનિષભાઈ ભોજાણી (સ્થાપત્ય કંસ્ટ્રક્શન) પરિવાર, કલ્પેશભાઈ પુજારા (Edu-bliss career institute), રઘુવંશી યુવક મંડળ-મોરબી પરિવાર, પ્રવિણભાઈ કક્કડ (જનતા ક્લાસીસ) પરિવાર, હસમુખરાય ચીમનલાલ પુજારા પરિવાર, સી.પી. પોપટ પરિવાર, સ્વ. ચુનીલાલ કાલીદાસ કાથરાણી પરિવાર, પ્રભુદાસભાઈ નરશીભાઈ ખખ્ખર (મામા દલાલ)પરિવાર, પ્રતિકભાઈ તથા હાર્દિકભાઇ એચ. હાલાણી પરિવાર, મહેન્દ્રભાઈ રામજીભાઈ બારા પરિવાર, ભોગીલાલ ધનજીભાઈ બુધ્ધદેવ (હ.વિરલભાઈ બુધ્ધદેવ), સ્વ. હરીલાલ મનહરલાલ રવાણી (હ.રીટાબેન મનહરલાલ રવાણી) પરિવાર તરફથી સહયોગ પ્રાપ્ત થયો હોવાનું લોહાણા મહાજન- મોરબીના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણીએ યાદીમાં જણાવ્યુ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments