Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiસાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા ૫ જુન વિશ્વ પર્યાવરણ દિને ભુજ સિંદુરના રોપાનું...

સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા ૫ જુન વિશ્વ પર્યાવરણ દિને ભુજ સિંદુરના રોપાનું વિતરણનું આયોજન

મોરબી : વિશ્વ પર્યાવરણ દિવસ ૫ મી જૂને પર્યાવરણની સુરક્ષા – સંરક્ષણ અને સ્વચ્છતા હેતુ વૈશ્વિક સ્તરે સામાજીક જાગૃતિ લાવવા ઉજવાય છે. ત્યારે સમાજ નવનિર્માણ – ભુજ અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સિંદુર ના રોપા વિતરણ કાર્યક્રમનું જયુબિલી સર્કલ – ભુજ ખાતે ગુરૂવાર તારીખ ૫મી જુને સવારે ૦૯:૩૦ કલાકે આયોજીત કરેલ છે.

સાંસદ તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજના પ્રમુખ વિનોદભાઇએ જણાવ્યુ હતું કે, આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું વિઝન છે કે ૨૧ મી સદીનું ભારત આબોહવામાં પરીવર્તન અને પર્યાવરણીય સંરક્ષણ માટે અતિ સ્પષ્ટ રૂપરેખા સાથે અગ્રેસર છે. વર્તમાન જરૂરીયાતો અને ભવિષ્યના વિઝન વચ્ચે સંતુલન પેદા કર્યું છે. વિનોદભાઇએ જણાવ્યુ હતું કે, ગ્રીન ફ્યુચર, ગ્રીન ઈકોનોમી અભિયાન ને વેગ આપવાનું આપણું ધ્યેય છે. તેના માટે રાષ્ટ્રીય જાગૃતતા લાવવા સિંદુરના રોપા વિતરણનું આયોજન કરવામાં આવેલ છે. અંગદાન પ્રણેતા દિલીપભાઇ દેશમુખ દાદા સહયોગી છે. આપણો જિલ્લો સરહદી જિલ્લો છે. જાગૃતતા અને પર્યાવરણ માટે જાગૃતિની જરૂર છે.

આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઇ વરચંદ, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહજી જાડેજા, ભુજના ધારાસભ્ય કેશુભાઇ પટેલ. ભુજ નગરપાલિકા અધ્યક્ષ રશ્મિબેન સોલંકી, તથા નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સદસ્યો ઉપસ્થિત રહેશે સિંદુર રોપા વિતરણ પ્રસંગે જાહેર જનતાને ઉપસ્થિત રહેવા સાંસદ વિનોદભાઇ ચાવડાએ અપીલ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments