Wednesday, July 1, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેર તાલુકા પોલીસે વ્યાજખોરોએ પડાવી લીધેલો રૂ.10 લાખથી વધુનો મુદામાલ ફરિયાદીને સોંપ્યો

વાંકાનેર તાલુકા પોલીસે વ્યાજખોરોએ પડાવી લીધેલો રૂ.10 લાખથી વધુનો મુદામાલ ફરિયાદીને સોંપ્યો

વ્યાજખોરોએ બાઇક, કાર અને સોનાના દાગીના પડાવી લીધા હતા

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસની ટીમે વ્યાજ વટાવમાં આરોપીએ પડાવી લીધેલ બાઇક, કાર અને સોનાના દાગીના સહિત રૂ.10.49 લાખનો મુદામાલ તેની પાસેથી જપ્ત કરી જરૂરી કાર્યવાહી બાદ ડીવાયએસપીના હસ્તે ફરિયાદીને પરત અપાવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગત તારીખ 31/05/2026 ના રોજ રાતાવીરડાના રહેવાસી પ્રવિણભાઈ હરખાભાઈ ઉકેડીયાએ વ્યાજ વટાવની ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય બે સાહેદો ભનુભાઈ લાલજીભાઈ કુણપરા અને સવશીભાઈ જાદવભાઈ કુણપરાના નિવેદનના આધારે પોલીસે ત્રણ આરોપીઓની અટકાયત કરી હતી.

પોલીસની તપાસમાં આરોપી બીજલભાઈ ઉર્ફે ભોજાભાઈ બેચરભાઈ ગીંગોરા (રહે. લાકડધાર, વાંકાનેર) પાસેથી ફરિયાદીનું 30,000 રૂપિયાની કિંમતનું સ્પ્લેન્ડર બાઈક (GJ-36 BC 0783) રિકવર કરવામાં આવ્યું હતું. જ્યારે સહ આરોપી હિતેશભાઈ મગનભાઈ કકાસણીયા (રહે. રવાપર રોડ, મોરબી) પાસેથી સાહેદ ભનુભાઈ કુણપરાની 3,00,000 રૂપિયાની કિંમતની સ્વીફ્ટ કાર (GJ-36 AJ 6096) રિકવર કરાઈ હતી. આ સાથે જ ફરિયાદી અને સાહેદોના 7,19,440 રૂપિયાની કિંમતના આશરે 89.93 ગ્રામ સોનાના ઘરેણાં પણ વ્યાજ પેટે પડાવી લીધા હોવાથી તે પણ પરત મેળવવામાં આવ્યા હતા.

વાંકાનેર પોલીસે કુલ 10,49,440 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આજરોજ નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડા દ્વારા આ તમામ મુદ્દામાલ મૂળ ફરિયાદી અને સાહેદોને સુરક્ષા સાથે પરત સોંપીને ‘પોલીસ પ્રજાની મિત્ર છે’ તે સૂત્રને સાર્થક કર્યું છે. આ સરાહનીય કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. પટેલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.વી. ખાંભલા, એ.એસ.આઇ ગીરીશભાઈ પરમાર અને પોલીસ કોન્સ્ટેબલ ધર્મરાજભાઈ ગઢવી સહિતનો વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફ જોડાયો હતો. તેમ યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments