Wednesday, September 30, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiરામકો વિલેજમાં ફટાકડા ફોડવા મુદ્દે બોલાચાલી બાદ મારામારી: ફરિયાદ નોંધાઈ

રામકો વિલેજમાં ફટાકડા ફોડવા મુદ્દે બોલાચાલી બાદ મારામારી: ફરિયાદ નોંધાઈ

મોરબીના ઘૂંટુ રોડ પર આવેલી રામકો વિલેજ સોસાયટીમાં બાળકો દ્વારા ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે પાડોશીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. આ મામલે બંને પક્ષોએ મોરબી તાલુકા પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, રામકો વિલેજ સોસાયટીમાં રહેતા લક્ષ્મીબેન આશિષભાઈ શ્રીવાસ્તવ (ઉ.વ. 34)એ પાડોશમાં રહેતા છ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તા. 27 સપ્ટેમ્બરના રોજ સાંજના સમયે પાડોશમાં રહેતી ભક્તિબેનનો દીકરો તેમના ઘર પાસે ફટાકડા ફોડતો હોવાથી લક્ષ્મીબેને તેને ફટાકડા ફોડવાની ના પાડી હતી. આ બાબતનો ખાર રાખીને તા. 28 સપ્ટેમ્બરના રોજ રાત્રે આશરે 7 વાગ્યાના સમયે ભક્તિબેન અને ગીતાબેન લાકડાના ધોકા લઈને લક્ષ્મીબેનના ઘરે આવ્યા હતા અને દરવાજા પર ધોકા મારી અપશબ્દો બોલ્યા હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

ફરિયાદમાં વધુ જણાવ્યા મુજબ, આ દરમિયાન હઠીસિંહ, શિવરાજ ભાટી, દીલુભા અને શક્તિ દીલુભા પણ ત્યાં આવી ગયા હતા અને ભક્તિબેન તથા ગીતાબેનને માર મારવા માટે ઉશ્કેર્યા હોવાનો આક્ષેપ છે. શિવરાજે લક્ષ્મીબેનને હાથ-પગ ભાંગી નાખવાની ધમકી આપતા તેમણે 112 નંબર પર પોલીસને જાણ કરી હતી. આ અંગે લક્ષ્મીબેને ભક્તિબેન હઠીસિંહ, ગીતાબેન, હઠીસિંહ, શિવરાજ ભાટી, દીલુભા અને શક્તિ દીલુભા સામે ફરિયાદ નોંધાવી છે.

બીજી તરફ, ભક્તિબા હઠીસિંહ પઢીયાર (ઉ.વ. 30)એ લક્ષ્મીબેન શ્રીવાસ્તવ સામે વળતી ફરિયાદ નોંધાવી છે. ભક્તિબાની ફરિયાદ મુજબ, ફટાકડા ફોડવાના મુદ્દે થયેલી બોલાચાલીનું સમાધાન કરવા માટે તા. 28 સપ્ટેમ્બરના રોજ રાત્રે તેઓ તથા તેમના મામાની દીકરી ગીતાબેન લક્ષ્મીબેનના ઘરે સમજાવવા ગયા હતા. આ દરમિયાન લક્ષ્મીબેન ઉશ્કેરાઈ જઈ પોતાના હાથમાં રહેલી લાકડી વડે ભક્તિબાના માથાના ભાગે ઘા માર્યો હોવાનો આક્ષેપ છે. તેમજ વચ્ચે પડેલા ગીતાબેનને પણ ડાબા હાથમાં લાકડીનો ઘા મારી ઈજા પહોંચાડી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.

આ ઘટનામાં ઈજાગ્રસ્ત ભક્તિબા અને ગીતાબેનને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એક જ સોસાયટીમાં રહેતા બંને પક્ષો વચ્ચે મામલો થાળે પાડવા માટે સમાધાનના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ સમાધાન ન થતાં તા. 30 સપ્ટેમ્બરના રોજ મોરબી તાલુકા પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments