Wednesday, September 30, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લા રાજપૂત સમાજની નવી કારોબારી ટીમની જાહેરાત

મોરબી જિલ્લા રાજપૂત સમાજની નવી કારોબારી ટીમની જાહેરાત

મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા સમાજના સંગઠનને વધુ મજબૂત, સક્રિય અને સુવ્યવસ્થિત બનાવવા માટે નવી કારોબારી ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. નવનિયુક્ત ટીમમાં પ્રમુખ, મહામંત્રી, ઉપપ્રમુખ, તાલુકા કન્વીનર અને સહ કન્વીનર સહિત વિવિધ જવાબદારીઓ માટે હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે.

નવી કારોબારીમાં પ્રમુખ તરીકે મહેન્દ્રસિંહ ડી. ઝાલા (રંગપર) તથા મહામંત્રી તરીકે મહાવિરસિંહ જે. જાડેજા (સગાળીયા)ની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે મહાવિરસિંહ એ. જાડેજા (ચાંદલી), પ્રવિણસિંહ બી. ઝાલા (જુના સાદુળકા), અનિરુદ્ધસિંહ પી. જાડેજા (વાઘરવા), જશવંતસિંહ એલ. ઝાલા (કટુડા), રાજેન્દ્રસિંહ પી. ઝાલા (પંચાસર), વિરપાલસિંહ એન. ઝાલા (પંચાસર) અને ધર્મેન્દ્રસિંહ કે. ઝાલા (શકત શનાળા)ની વરણી કરવામાં આવી છે.

તાલુકા સંગઠનને વધુ સક્રિય બનાવવા માટે મોરબી તાલુકા કન્વીનર તરીકે ક્રિપાલસિંહ જે. જાડેજા (રંગપર) અને સહ કન્વીનર તરીકે અજયસિંહ આર. જાડેજા (જાખર)ની જવાબદારી સોંપાઈ છે. ટંકારા તાલુકા માટે ગીરીરાજસિંહ એચ. જાડેજા (વીરવાવ), ધર્મરાજસિંહ બી. ઝાલા (નાના રામપર) અને કિરીટસિંહ બી. ઝાલા (મેઘપરઝાલા), વાંકાનેર તાલુકા માટે રાજેન્દ્રસિંહ પી. જાડેજા (જેતપર) તથા કૃષ્ણસિંહ એ. ઝાલા (સરધારકા), હળવદ તાલુકા માટે મહિપાલસિંહ વી. જાડેજા (સીરોઈ) તથા સિદ્ધરાજસિંહ ઝાલા (કીડી)ની કન્વીનર તરીકે વરણી કરવામાં આવી છે.

માળીયા તાલુકામાં ભરતસિંહ એમ. પરમાર (વવાણીયા), ધ્રુવરાજસિંહ ડી. જાડેજા (વાઘરવા) અને જનકસિંહ એચ. જાડેજા (મોટા દહિંસરા)ને કન્વીનરની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત સમાજના સંગઠન અને કામગીરીને વેગ આપવા માટે રાજેન્દ્રસિંહ જી. સોઢા (મોટી ભલાસણ), કર્મરાજસિંહ જી. જાડેજા (મોટાભેલા), રાજેન્દ્રસિંહ બી. ઝાલા (નાની વાવડી), બલભદ્રસિંહ પી. જાડેજા (અડવાળ), શૈલેન્દ્રસિંહ ડી. પરમાર (થોરાળા), શક્તિસિંહ એફ. જાડેજા (પીલુડી), રવિરાજસિંહ આર. ઝાલા (પીપળી) અને વિક્રમસિંહ એન. જાડેજા (મોટા દહિંસરા)ને સહમંત્રી તરીકે જવાબદારી આપવામાં આવી છે.

સંગઠન મંત્રી તરીકે અજીતસિંહ આર. ઝાલા (વાઘપર), અભિજીતસિંહ જે. જાડેજા (સગાળીયા), હરપાલસિંહ બી. જાડેજા (ગુંગણ), જયદિપસિંહ આઈ. જાડેજા (વીરપરડા), મયુરસિંહ જી. ઝાલા (રંગપર), હિતેન્દ્રસિંહ આર. જાડેજા (સાતોદળ વાવડી), જયરાજસિંહ પી. ઝાલા (આંબલીફળી) અને સંદિપસિંહ બી. જાડેજા (ગુંગણ)ની વરણી કરવામાં આવી છે.

સમાજના સાંસ્કૃતિક અને અન્ય વિભાગોની જવાબદારીઓ પણ નક્કી કરવામાં આવી છે. કલ્ચરલ પ્રોગ્રામ એડવાઇઝર તરીકે જયરાજસિંહ એન. જાડેજા (વીરપરડા) અને ક્રિપાલસિંહ એન. ઝાલા (આંબલીફળી), જ્યારે સાંસ્કૃતિક મંત્રી તરીકે શક્તિસિંહ યુ. જાડેજા (કેરાળી), પ્રતાપસિંહ એમ. જાડેજા (વીરપરડા), ગીરીરાજસિંહ એચ. જાડેજા (વડાળી), શૈલેન્દ્રસિંહ એમ. પરમાર (બગથળા) અને લખધીરસિંહ એ. ઝાલા (નાના રામપર)ની જવાબદારી નક્કી કરવામાં આવી છે.

નાણાકીય અને મીડિયા કામગીરી માટે ખજાનચી તરીકે હરેન્દ્રસિંહ પી. જાડેજા (વીરપરડા) તથા યોગરાજસિંહ એ. ઝાલા (કીડી), સહ ખજાનચી તરીકે ઓમદેવસિંહ જે. જાડેજા (ગુંગણ) તથા રાજદિપસિંહ એલ. ઝાલા (તાવી), જ્યારે મીડિયા કન્વીનર તરીકે મહેન્દ્રસિંહ ડી. જાડેજા (મોટાભેલા) અને બ્રિજરાજસિંહ સી. ઝાલા (ખાગેશ્રી)ની વરણી કરવામાં આવી છે.

આ ઉપરાંત સમાજની વિવિધ કામગીરીમાં સહભાગી બનવા માટે મોટી સંખ્યામાં સભ્યોને કારોબારી સદસ્ય તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં કૃષ્ણસિંહ એમ. જાડેજા (લુંટાવદર), સુખદેવસિંહ પી. જાડેજા (વીરપરડા), યોગેન્દ્રસિંહ બી. ઝાલા (સાદુળકા), દિવ્યરાજસિંહ એચ. જાડેજા (વાઘરવા), પુષ્પરાજસિંહ એન. ઝાલા (પંચાસર), મહિપાલસિંહ કે. સોઢા (નાની વાવડી), કિરીટસિંહ પી. ઝાલા (સાદુળકા), આશિષસિંહ એ. જાડેજા (કુંતાસી), મહાવિરસિંહ વી. ઝાલા (સાદુળકા), પ્રતાપસિંહ કે. સોઢા (નાની વાવડી), દેવેન્દ્રસિંહ આર. જાડેજા (મોટા દહિંસરા), વેરસાલસિંહ ભમરસિંહ સોઢા (નાની વાવડી), ઇન્દ્રજીતસિંહ જી. જાડેજા (ખાનપર), શક્તિસિંહ જી. પરમાર (મુંજપર), મનોજસિંહ એચ. ઝાલા (પીપળી), જગદીશસિંહ એસ. ઝાલા (પીપળીયા રાજ), ધર્મપાલસિંહ જી. રાણા (કરમડ), મોહનસિંહ વી. રાઠોડ (મયુર સોસાયટી), શ્રીપાલસિંહ એન. ઝાલા (શકત શનાળા), ઋતુરાજસિંહ આર. ઝાલા (શકત શનાળા), દેવેન્દ્રસિંહ આર. ઝાલા (શકત શનાળા), દિવ્યરાજસિંહ જે. ઝાલા (શકત શનાળા), સંજયસિંહ વી. ઝાલા (પંચાસર), ભગીરથસિંહ એસ. ઝાલા (સાદુળકા), નિર્મલસિંહ બી. જાડેજા (હાડાટોડા) અને જયપલસિંહ એમ. રાઠોડ (વેજલપર)નો સમાવેશ થાય છે.

નવી કારોબારી ટીમની રચના સાથે મોરબી જિલ્લા રાજપૂત સમાજના સંગઠનને વધુ સુદૃઢ બનાવવા, સમાજના વિવિધ પ્રશ્નો અને પ્રવૃત્તિઓને સંગઠિત રીતે આગળ ધપાવવા તેમજ સમાજના સભ્યોને એક મંચ પર જોડીને વિવિધ સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને વેગ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments