Friday, May 8, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના તાલુકા સેવા સદનમાં છાપરા નાખીને બેસેલા નોટરીઓને હટાવાયા

મોરબીના તાલુકા સેવા સદનમાં છાપરા નાખીને બેસેલા નોટરીઓને હટાવાયા

કલેકટરના આદેશથી માર્ગ અને મકાન વિભાગ અને મામલતદાર દ્વારા કરાઈ કાર્યવાહી

મોરબી : મોરબીના તાલુકા સેવાસદનમાં ઘણા સમયથી છાપરા નાખીને નોટરીઓ બેસેલા છે ત્યારે ચૂંટણીની આચાર સહિત હટતા જ તંત્ર હરકતમાં આવ્યું છે અને કલેકટરની સૂચનાથી માર્ગ અને મકાન વિભાગ અને મામલતદાર શહેર દ્વારા છાપરાઓનું દબાણ દૂર કરી જગ્યા ખુલી કરાઈ હતી.

મોરબી તાલુકા સેવાસદનમાં મામલતદાર ગ્રામ્ય, પ્રાંત ઓફીસ મોરબી, હળવદ સહિત 15 થી વધુ કચેરીઓ આવેલી છે. અહીં કાયમી ટ્રાફિક રહેતો હોવાથી અનેક નોટરીઓ લાંબા સમયથી ત છાપરાઓ નાંખી દબાણ કરેલ હોવાનુ જિલ્લા કલેકટરના ધ્યાને આવ્યું હતું.બીજી તરફ આ મામલે આજે ગુરુવારે જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીએ દબાણ હટાવવા આદેશ કરતા માર્ગ અને મકાન વિભાગના અધિકારી હિતેશ આદ્રોજા અને મામલતદાર શહેર દ્વારા 7 થી 8 જેટલા છાપરાઓનું ડીમોલેશન કરી ફરીથી દબાણ ન કરવા પણ તાકીદ કરી હતી

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments