Friday, May 8, 2026
No menu items!
Google search engine
ઘરPoliticsઆ વિજય 140 કરોડ ભારતીયોનાં સ્વપ્નો, ઇચ્છાઓ અને આકાંક્ષાઓનો વિજય છે. –...

આ વિજય 140 કરોડ ભારતીયોનાં સ્વપ્નો, ઇચ્છાઓ અને આકાંક્ષાઓનો વિજય છે. – વિનોદભાઈ ચાવડા

કચ્છ : લોકસભા ચુંટણી – ૨૦૨૪ નું પરિણામ જાહેર થતા ભા.જ.પા. નાં ઉમેદવાર અને કચ્છ લોકસભાના નવનિયુક્ત સાંસદ વિનોદભાઈ ચાવડા એ દેવ દર્શન સાથે કચ્છની તમામ વિધાનસભાના મતદાતાઓ અને કાર્યકર્તાઓને રૂબરૂમાં આભાર વ્યક્ત કરવા પ્રવાસ શરૂ કરી દીધું છે. તા.૦૫-૦૬-૨૦૨૪, બુધવારના વિનોદભાઈ એ અબડાસા વિધાનસભાના નલીયા અને માંડવી વિધાનસભાના માંડવી તથા મુંદરા મતવિસ્તારની મુલાકાત લઇ લોકસભા ચુંટણીમાં ભવ્ય વિજય અપાવવા બદલ સર્વે મતદાતાઓ, ચુંટણીમાં સખત મહેનત કરનાર ભા.જ.પા. ના સૌ કાર્યકર મિત્રો અને શુભેચ્છકોનો આભાર વ્યકત કર્યો હતો.

આ પ્રવાસ દરમ્યાન જીલ્લા ભા.જ.પા પ્રમુખ દેવજીભાઈ વરચંદ, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, પાર્ટી આગેવાનશ્રીઓ, જીલ્લા પંચાયત – તાલુકા પંચાયત – નગરપાલિકાના સદસ્યશ્રીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા..

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments